ટંકારાના છતર નજી ત્રણ કારમાથી વિદેશી દારૂની 340 બોટલો સાથે ચાર ઝડપાયા
રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર ટંકારાના છતર ગામ પાસે ક્રેટા, કિયા, અને વર્ના કારમાંથી વિદેશી દારૂની ૩૪૦ બોટલ કિં રૂ.૯,૭૫,૬૦૨ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૨૨,૪૦, ૬૦૨ નાં મુદામાલ સાથે ચાર ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસ સ્ટાફને સંયુકતમા ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી રેઇડ કરતા ક્રેટા કાર નંબર-GJ-05 -RF- 0068 કી.રૂ. ૪,૫૦,૦૦૦/, વર્ના કાર નંબર-GJ-13 -N-8874 કી.રૂ. ૩,૦૦,૦૦૦, કીયા કાર નંબર-GJ-36-R-1419 કી.રૂ. ૫,૦૦,૦૦૦/- વાળીઓમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂની સ્કોચની નાની મોટી કુલ બોટલો નંગ-૩૪૦ કી.રૂ. ૯,૭૫,૬૦૨/- મોબાઇલ નંગ-૦૩ કી.રૂ. ૧૫,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૨૨,૪૦,૬૦૨/- નો મુદામાલ વેચાણ અર્થે રાખી વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપી બાંકારામ મંગલારામ ભાભુ (ઉ.વ. ૨૪) રહે. લોહારવા સઉઓ કા ગોલીયા તા.ધોરીમન્ના જી.બાડમેર (રાજસ્થાન), રામનારાયણ મોબતારામ કાકડ (ઉ.વ. ૨૭) રહે. ચૈનપુરા બોગુડો કી ઢાણી તા.ધોરીમન્ના જી.બાડમેર (રાજસ્થાન, અકીલભાઇ ફીરોજભાઇ સીડા (ઉ.વ. ૩૨) રહે. જુનાગઢ બી ડીવીજન પોલીસ સ્ટેશન સામે નરસીંહ સ્કુલ વિસ્તારમાં તા.જી.જુનાગઢ, પ્રવિણભાઇ કેસરીમલ ગોદારા (ઉ.વ. ૧૮) રહે.રોહીલા પશ્ર્ચિમ તા.સેડવા જી.બાડમેર રાજસ્થાનવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય બે શખ્સો કિયા કાર ચાલક તથા અનીલભાઈ રૂગનાથભાઈ જાણી રહે.બાડમેર રાજસ્થાનવાળો સ્થળ પરથી નાસી છુટતા તમાંમ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
