ટંકારાના લજાઇ ગામે મધુબન સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચોરીની કોશિષ કરનાર ત્રણ ઈસમો ઝડપાયા
ટંકારા: ટંકારા તાલુકાના લજાઇ ગામની સીમમાં આવેલ મધુબન સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચોરીની કોશિષ કરનાર ત્રણ ઇસમો સાથે બે માઇનોર ઝડપાતા બે ઘરફોડ ચોરીની કોશિષના વણશોધાયેલ ગુના શોધી કાઢતી ટંકારા તથા મોરબી ક્રાઇમ બ્રાંચ.
ગઇ તા.૨૩/૦૭/૨૦૩ ના રોજ રાત્રીના ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લજાઇ ગામની સીમમાં આવેલ મધુબન સોસાયટીના રહેણાંક મકાનના રાત્રીના સમયે તાળા તોડી મકાનમાંથી ચોરી કરવાની કોશિષ થયેલ હોય જે બાબતે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ટંકારા પો.સ્ટે. એ પાર્ટ ઇપીકો કલમ- ૩૮૦,૪૫૭, ૪૨૭,૫૧૧ મુજબનો વણ શોધાયેલ ગુનો ફરીયાદી કાંતીલાલ અવચરભાઈ ચીકાણી રહે- મધુબન ગ્રીન્સ સોસાયટી લજાઈ તા- ટંકારા જી-મોરબી વાળાએ અજાણ્યા ચોર ઇસમો વિરૂધ્ધ રજીસ્ટર કરાવેલ હતો. જે ગુનાની તપાસ ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચાલવેલ છે.
તે દરમ્યાન મોરબી એલ.સી.બી સ્ટાફને બાતમી મળેલ કે, ટંકારા તાલુકાના લજાઇ ચોકડી ખાતે પાંચ ઇસમો શંકાસ્પદ હાલતમાં મળી અવતા જેઓની સઘન યુકિતપ્રયુકિતથી પુછપરછ કરતા હસ્તગત થયેલ પાંચ પૈકી બે માઇનોર હોય અને બે સલમોએ અગાઉ સને ૨૦૨૨ના વર્ષમાં પણ આ રહેણાંક મકાનને નિશાન બનાવેલ હતું જે બાબતે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ખરાઇ કરતા ટંકારા પોલીસ સ્ટેશન એ પાર્ટ ઇ.પી.કો. કલમ- ૩૮૦,૪૫૭, ૫૧૧ મુજબનો વણશોધાયેલ ગુનો રજીસ્ટર થયેલ હોય જે વણશોધાયેલ ગુનો હોય પણ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
મોરબી એલ.સી.બી.ને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર થયેલ બે ઘરફોડ ચોરીની કોશિષના વણશોધાયેલ ગુના શોધી કાઢવામાં સફળતા મળેલ છે, જે પાંચેય ઇસમો શંકર નાનકા મોહનસીંગ અલાવા ઉ.વ.૪૦ રહે. ભગોલી, તા. કુક્ષી જી. ધાર (મધ્યપ્રદેશ), કાલુ માંગીલાલ નરશી અલાવા ઉ.વ.૨૦ રહે. ભગોલી, તા. કુક્ષી જી. ધાર (મધ્યપ્રદેશ), અનિલ બાયર્સીંગ ગુલસીંગ અલાવા ઉ.વ. ૨૦ રહે. ભગોલી, તા. કુક્ષી જી. ધાર મધ્યપ્રદેશવાળાને તથા અન્ય બે માઈનોરને હસ્તગત કરી ટંકારા પોલીસ સ્ટેશનખાતે આગળની કાર્યવાહી અર્થે સોપવમાં આવેલ છે.