ટંકારાના ઘુનડા (સ.) ગામે વાડીની ઉપજનો ભાગ માગતા બે ખેત શ્રમીકને ચાર શખ્સોએ લાકડી વડે ફટકાર્યા
ટંકારા તાલુકાના ઘુનડા (સ.) ગામે યુવકના મોટા ભાઈએ આરોપીની વાડી ભાગવી રાખેલ હોય અને આરોપી યુવક તથા તેના ભાઈને ગૌશાળાના કામે લઈ જતા હોય જે કામ કરવાની યુવકે ના પાડતા આરોપીએ યુવકને સમાન ભરી ઘરે જતુ રહેવાનું કહેલ હોય ત્યારે યુવકના ભાઈએ વાડીની ઉપજનો ભાગ માગતા આરોપીઓએ યુવક તથા તેના ભાઈને ગાળો આપી જાતી પ્રત્યે હડધૂત કરી લાકડી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ ટંકારા તાલુકાના ઘુનડા (સજ્જનપર) ગામે અરવિંદભાઈ પટેલની વાડીમાં રહેતા અને ખેતમજુરી કરતા મડીયાભાઈ પ્રતાપભાઈ મખોડ (ઉ.વ.૨૯) એ આરોપી હરેશભાઇ જગાભાઇ પટેલ તથા જીગાભાઇ જશમતભાઇ પટેલ રહે.બન્ને ઘુનડા (સ.) તા.ટંકારા તથા બે અજાણ્યા માણસો વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના મોટા ભાઇ સરદારભાઇએ આરોપી હરેશભાઈની વાડી ભાગવી રાખેલ હોય અને આરોપી અવાર-નવાર ફરીયાદી તથા તેમના ભાઇને ગૌશાળાના કામે લઇ જતા હોય જેથી ફરીયાદીના ભાઇ સરદારભાઇએ ગૌશાળાનું કામ કરવાની ના પાડતા આરોપીએ સામાન ભરી ઘરે જતા રહેવાનું કહેલ હોય પરંતુ સરદારભાઇએ વાડીની ઉપજનો ભાગ માંગતા આરોપીને સારૂ નહી લાગતા ફરીયાદી તથા તેના ભાઈ સરદારભાઇને ભુંડાબોલી ગાળો આપી તમે એમ નહી માનો તેમ કહી જાતી પ્રત્યે અપમાનીત કરી લાકડી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.