ટંકારાના હરબટીયાળી ગામે કારખાનાના સેડ પરથી નીચે પટકાતાં યુવાનનું મોત
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સેયજોન એફ.આઇ.બી. સી.એલ.એલ.પી કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા આનંદભાઈ દયાશંકર બર્મા (ઉ.વ.૨૫) નામનો યુવક કારખાનાના સેડ ઉપર તુટેલ અંજવાસીયુ બદલાવવા માટે ગયેલ હોય અને તુટેલ અંજવાસીયામાં પગ આવી જતા અકસ્માતે સેડ ઉપરથી નીચે પ્લાન્ટમાં પડી જતા માથામાં હેમરેજ જેવી ઇજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.