મોરબી: ટંકારા તાલુકાના હડમતીયા ગામ નજીક આવેલ રેજોન્સ પેપર મીલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામ નજીક આવેલ રેજોન્સ પેપર મીલ કારખાનામા રહેતા અને મુળ મધ્યપ્રદેશના વતની દેવપુરી બસંતપુરી ગોસ્વામી (ઉ.વ. ૧૯) નામના યુવાને ગત તા.૨૦-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ટંકારા તાલુકાના હડમતીયા ગામ નજીક આવેલ રેજોન્સ પેપર મીલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં કોઈપણ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે ટી.કે. હોટલ પાસે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ -૨ ના પાર્કિંગમા એક્ટીવા મોપેડની ડેકીમાંથી વિદેશી દારૂની ૦૫ બોટલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ...