મોરબી: રાજકોટ-મોરબી હાઈવે ઉપર હળબટીયાળી ગામના પાટીયા નજીક રોડ ઉપર બસે ઠોકર મારતાં બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ બસ ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ રાજકોટમાં પેડક રોડ પર ગાંધી સ્મૃતિ સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ લવજીભાઈ ગઢીયા (ઉ.વ.૩૨) એ આરોપી લકઝરી બસ રજીસ્ટર નં. AR-01-T-8969 નો ચાલક ઘમંડારામ ગોમારામ ગોડારા (ઉ.વ.૩૦ રહે. ખુડલા જી. બાડમેર રાજસ્થાન) વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૫-૦૯-૨૦૨૨ ના રોજ સવારના દશેક વાગ્યાના અરસામાં આરોપી લકઝરી ટ્રાવેલ્સ બસ રજીસ્ટર નં. AR- 01-T-8969 ના ચાલકે પોતાના હવાલા વાળી બસ પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના પિતા લવજીભાઇ ભીમજીભાઇ ગઢીયા ઉ.વ.૫૮ વાળા મોટરસાયકલ રજીસ્ટર નં-GJ-03-JS-7789 લઇને જતા હતા તેને ઠોકરી મારી અકસ્માત કરી કપાળ તથા મોઢા તથા કમર તથા પેટ તથા ડાબા હાથે કોણીના ભાગે તથા ડાબા પગની એડીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો ઇ.પી.કો કલમ-૨૭૯,૩૦૪ (અ) એમ.વી.એકટ ૧૭૭,૧૮૪ મુજબ નોંધી તપાસ હાથ છે.
મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે અને મકનસર એક્સલ સિરામિક નજીક ચોમાસામાં પાણી ભરાતું હોય છે અંગે ધારાસભ્ય અને કલેકટરને રજૂઆત કરતા રોડ ઓથોરિટી દ્વારા કામચલાઉ માટે રોડ તોડી ગટર કરી દિધી પરંતુ ચોમાસુ પુરૂ થયુ છતા હજુ ગટર બુરી નથી કે બેરીયાર નથી લાગાવેલ જેથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી...
મોરબી મહાનગરપાલિકા દ્વારા MMC@1 ની ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે, જે અંતર્ગત MMC દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, મહાનગરપાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ માટે બેસ્ટ ટાઈપિસ્ટ સ્પર્ધા યોજાઈ હતી.
મોરબી મહાનગરપાલિકા બન્યું તેને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હોય, જે અન્વયે હાલ MMC@1 સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, જેમાં...