આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટના ઓમ શાંતિ પાર્ક સેટેલાઈટ ચોક પાસે શેરીમાં રહેતા પરશોતમભાઈ નારણભાઈ પેઠાણી (ઉ.વ. ૬૨) નામના વૃદ્ધ પોતાની બીમારીથી પીડાતા હોય ત્યારે કંટાળીને ટંકારાના હમીરપર ગામે આવેલ સુરભી ગૌશાળા ના કુવામાં જંપલાવ્યું હતું. ત્યારે તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસ દ્વારા મૃત્યુનોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
