મોરબી: મોરબીના રવાપર- ઘુનડા રોડ ઉપર આવેલ ઇડન હિલ્સના બંગલા નંબર – ૩૨માં પોલીસે રેઇડ કરતા જુગારધામ ઝડપાયું હતું જેમાં છ શકુનીઓને 4,53,200ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
પરંતુ સામાન્ય રીતે પોલીસ દ્વારા 5-25 હજારની જુગારની રેડમાં પણ આરોપીઓના ફોટા સાથેની માહિતી મીડિયામાં અપાતી હોઈ છે ત્યારે આવડી મોટી રેડ હોવા છતાં ફોટા આપવામાં આવ્યા ના હતા જેથી જુગારમાં ઝડપાયેલા શકુનીઓના હાથ કાનુનના હાથથી પણ લાંબા નીકળયા હતા અને ખાખી પર ખાદી ભારે પડી હોઈ તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર- ઘુનડા રોડ ઉપર આવેલ ઇડન હિલ્સ મકાન નં- ૩૨ પ્રવિણભાઈ કરશનભાઈ પટેલના મકાનમાં પોલીસે રેઇડ કરતા જુગાર રમતા આરોપી યોગેશભાઈ નરભેરામભાઈ સરાડવા જાતે-પટેલ. રહે- મોરબી પંચવટી સોસાયટી, ત્રીભોવનભાઈ લાલજીભાઈ આદ્રોજા રહે. આસ્થા એપાર્ટમેન્ટ રવાપર રોડ મોરબી, રમેશભાઈ ડાયાભાઈ કાસુંન્દ્રા રહે- ગોકુલનગર રવાપર રોડ મોરબી, પ્રવીણભાઈ હિરજીભાઈ કકાસણીયા રહે. પંચવટી સોસાયટી મોરબી, નંદલાલભાઈ ભગવાનજીભાઈ વીડજા રહે- શનાળા રોડ મોરબી, પ્રવીણભાઈ કરશનભાઈ પટેલ રહે- મોરબી શાસ્ત્રીનગર વાળાને હારજીતનો નશીબ આધારીત તિનપતિ રોનનો જુગાર રમતા રોકડા રકમ રૂ.૧,૫૩,૨૦૦ તથા ઈનોવા કાર રજીસ્ટર નંબર- GJ-03-EL-0629 કિં રૂ.૩,૦૦,૦૦૦ ગણી કુલ કિં.રૂ.૪,૫૩,૨૦૦ ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના બેલા ગામ પાસે શંભુ હોમ ડેકોર નજીક રોડ ઉપર આશરે ૨૫ થી ૩૦ વર્ષીય અજાણ્યા યુવકે અજાણ્યા રીક્ષામાંથી કુદકો મારી રોડ પર પટકાતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ દ્વારા તાજેતરમાં પાંજરાપોળ પાસે કરવામાં આવેલ વૃક્ષારોપણની જગ્યાનું નામ મોરબીના ધારાસભ્ય દ્વારા નમો વન આપવામાં આવ્યું છે જેનું નામ મોરબીના ઇતિહાસ પર થી અથવા કોઈ ક્રાંતિકારી વિચાર પરથી રાખવામાં આવે એવા વિરોધ સાથે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.
કારણ કે એ જગ્યા રાજવી પરિવારોએ સંપાદનમાં...