ટંકારા: જબલપુર ગામ નજીક અકસ્માત,એક નું મોત
ટંકારા: ગત રાત્રે ટંકારા તાલુકાના જબલપુર ગામ નજીક સરકારી કાર ડિવાઈડર ટપી થાંભલા સાથે અથડાયા બાદ બાઈક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો જેમાં એક વ્યકિતનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે
મળતી માહિતી મુજબ ગત રાત્રે ટંકારા તાલુકાના જબલપુર ગામ નજીક સરકારી કાર ડિવાઈડર ટપી થાંભલા સાથે અથડાયા બાદ બાઈક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ક્યા કારણોસર ડિવાઈડર ટપી તે કારણ અકબંધ છે અકસ્માતમાં સાલેમહમદ ઓસમાણ ખેરનું મૃત્યુ નીપજ્યું છે . તો સુરેશભાઈ નાનજીભાઈ પટેલને ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે આ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.