ટંકારાના ખાખરા ગામનું ગૌરવ; અંજલીબેન સાગરદાન ગઢવી તલાટી કમ મંત્રીની પરીક્ષામાં પ્રથમ પ્રયાસે ઉતીર્ણ
ટંકારા: ટંકારા તાલુકાના ખાખરા ગામની દિકરી અંજલીબેન સાગરદાન ગઢવીએ તલાટી કમ મંત્રીની પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરી બોક્ષા પરિવાર તેમજ ચારણ ગઢવી સમાજનું ગૌરવ વધાર્યું છે. ૭મે ના રોજ લેવાયેલી તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાઈ હતી જેનું ફાઈનલ મેરીટ આજે જાહેર થયુ હતું જેમાં અંજલીબેન સાગરદાન ગઢવીએ ૩૪.૪૭૬ માર્ક સાથે તલાટી કમ મંત્રીની પરીક્ષા પાસ કરી છે.
અંજલીબેન હાલ રાજકોટ ખાતે અભ્યાસ કરે છે અને તેમણે તલાટી કમ મંત્રીની પરીક્ષા પ્રથમ પ્રયાસે ઉતીર્ણ કરી ચારણ, ગઢવી સમાજ તેમજ ખાખર ગામનું ગૌરવ વધાર્યું છે. ટંકારા તાલુકાના ખાખરા ગામમાં સરકારી નોકરી મેળવનાર પ્રથમ દિકરી છે તેમજ ઝળહળતી સિદ્ધિ બદલ સમસ્ત ખાખરા ગામ તેમજ બોક્ષા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.