ટંકારા ખાતે હોમ હવન સાથે સામાજિક અગ્રણી વલમજી રાજપરા અને મહાદેવભાઈ દેસાઈ કર્યો દેહદાનનો સંકલ્પ
ટંકારા પંથકના તમામ સમાજના લોકોએ એકતા અને એકરૂપતાના દર્શન કરવી ઉત્સાહભેર રક્તદાન કર્યું
મોરબી: મોરબી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં કેળવણીની જ્યોતને જગમગાવનાર, ઉદ્યોગોની હારમાળા સર્જનાર, સામાજિક ક્રાંતિના પ્રણેતા, તમામ સમાજ માટે અનેક સેવાકીય પ્રકલ્પો આપનાર ઓધવજીબાપા એટલે ભામાશા, કર્ણધાર, પથ પ્રદર્શક કે જેને મોરબીમાં અજંતા,ઑરપેટ, ઑરેવા ગ્રુપ દ્વારા મોરબીને વિશ્વફલક પર ઓળખ આપી, જેણે સ્ત્રી સશક્તિકરણમાં સમગ્ર ગુજરાતમાં મિશાલ કાયમ કરી.
જેણે સમગ્ર સૌરાષ્ટ્રના તમામ સમાજની હજારો દીકરીઓને પ્રત્યક્ષ રોજગારી આપી. કપરા કાળમાં અસંખ્ય દીકરીઓના કરીયાવર કર્યાં. જેમણે સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ સ્કૂલો, કોલેજો, હોસ્ટેલો બનાવવામાં પોતાનો સહયોગ આપ્યો. જેમાં આજે તમામ સમાજના હજારો દીકરા-દીકરીઓ અભ્યાસ કરીને પોતાનું ભણતર, ગણતર, ઘડતર અને ચારિત્ર્યનું ચણતર કરી રહ્યા છે. જેમણે ચેકડેમો, કુવા રીચાર્જ, સમૂહલગ્નો જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં કરોડો રૂપિયાનું
અમૂલ્ય યોગદાન દરેક સમાજના ઉત્થાન માટે આપેલ છે. સમાજમાં વ્યાપેલા કુરિવાજો દૂર કરવામાં જેમનું અદકેરું યોગદાન છે. અને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના નેજા હેઠળ ઓ.આર. પટેલે તમામ સમાજની હજારો દીકરીઓને માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને કોલેજ સુધીનું શિક્ષણ પૂરું પાડ્યું છે.
તેમજ પ્રાથમિક શિક્ષણ ગુણવત્તા સુધારણા માટે સતત ત્રણ વર્ષ સુધી ધો. 3 થી 7 ના બાળકો માટે મેગા કસોટીનો સાવ નવો પ્રકલ્પ આપેલો હતો જેના ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થયેલ અને પાછળથી આ પ્રકલ્પને ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓમાં ગુણવત્તા સુધારણાના ભાગ રૂપે ગુણોત્સવના નામે અમલમાં મુકેલ છે એક શિક્ષક તરીકે પોતે મોરબીની વી.સી. હાઈસ્કૂલમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી અનેક વિદ્યાર્થીઓના પથદર્શક બન્યા હતા.
પાટીદાર શિરોમણી ઓ. આર.પટેલ મોરબી પંથકના તમામ સમાજોના અગ્રણીઓ સાથે નિકટનો ઘરોબો ધરાવતા હતા. અને આત્મીયતા સાથે તમામ સમાજના વિકાસની ચર્ચાઓ કરતા. જે જે સમાજમાં જરૂર જણાય ત્યાં અન્ય જ્ઞાતિના સામાજિક પ્રસંગોએ આર્થિક યોગદાન પણ આપતા રહેલા છે. એમણે માનવમાત્રને ઉપયોગી એવી સદ્દભાવના હૉસ્પિટલ, અનાથાશ્રમ તેમજ વિદ્યુત સ્મશાનગૃહ વગેરેમાં ઓ.આર. સાહેબનું અદકેરું યોગદાન છે. આવા પાટીદાર રત્ન, પાટીદાર રાજશ્રી, પાટીદાર ભામાશા ઓ.આર.પટેલની સ્વર્ગસ્થ થયાની અગિયારમી પૂણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રષ્ટ ટંકારા દ્વારા આયોજન કરેલ હતું એમાં તમામ સમાજના ભાઈઓ બહેનોએ ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરી ઓ.આર.પટેલને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ કેમ્પમાં દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા-પડડધરી, મોહનભાઈ કુંડારીયા સંસદ સભ્ય રાજકોટ પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા,બિન અનામત આયોગના પૂર્વ ચેરમેન બી.એચ.ઘોડાસરા, જેરામભાઈ વાંસજાળીયા,ગોવિંદભાઇ વરમોરા સામાજિક અગ્રણી, પોપટભાઈ કગથરા, વલમજીભાઈ રાજપરા મહાદેવભાઈ દેસાઈ પંચાણભાઈ ભૂત, હીરાભાઈ ફેફર ધનજીભાઈ ઝાલરીયા, લિંબાભાઈ મસોત, ડાયાલાલ બારૈયા, દીપકભાઈ સુરાણી વગેરેની ઉપસ્થિતમાં ખુબજ બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. અને સામાજિક અગ્રણી એવા વલમજીભાઈ રાજપરા અને મહાદેવભાઈ દેસાઈએ દેહદાનનો સંકલ્પ કરી ઓ.આર.પટેલને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
(1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત,
(2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવી તેમજ બીએલઓના મેડીકલ કારણો હોય,સરકાર માન્ય અને આયુષ્યમાન કાર્ડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બાયપાસ ઓપરેશન કરાવેલ હોય,બધી જ ફાઈલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ...
હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકર્ડ ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભું કરી સરકારી જમીન પચાવી પાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર...
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની,...