ટંકારા: ટંકારા તાલુકાના મિતાણા ગામે પાણીના સંપ નજીકથી ઈંગ્લીશ દારૂની ૯૮૪ બોટલો ભરેલ બોલેરો ટંકારા પોલીસે ઝડપી પાડી છે. આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ નાઈટ પેટ્રોલીંગમા હોય તે દરમિયાન ટંકારા તાલુકાના મિતાણા ગામે પાણીના સંપ નજીક શંકાસ્પદ બોલેરો કાર ચેક કરતા તાલપત્રી નીચે છુપાવવામાં આવેલ ઈંગ્લીશ દારૂની ૯૮૪ બોટલ દારૂ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ બોલેરો ગાડી જપ્ત કરી કુલ રૂપિયા 4, 66, 400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તે સમયે બોલેરો ચાલક હાજર નહિ મળી આવતા પોલીસે બોલરો ગાડીના માલિક વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી પંચાસર રોડ પર આવેલ ભારતપરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને રોકડ રૂપિયા ૫૬૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી પંચાસર રોડ પર આવેલ ભારતપરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો...