ટંકારા નજીક ખેતરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
ટંકારા તાલુકાના ખીજડીયા ગામથી ઘુનડા ગામ તરફ જતા રોડ ઉપર આવતા રોડની ડાબી બાજુના ખેતરમાં ઓરડી પાસે એકઢાણીયાની બાજુમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડ રૂપિયા ૬૮,૭૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૯૦,૭૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડયા છે જ્યારે બે શખ્સો સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના ખીજડીયા ગામથી ઘુનડા ગામ તરફ જતા રોડ ઉપર આવતા રોડની ડાબી બાજુના ખેતરમાં ઓરડી પાસે એકઢાણીયાની બાજુમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમો નરેશભાઇ મોહનભાઇ માણસુરીયા (ઉવ-૫૭) રહે. મોરબી-૦૧ રવાપર ગામ ક્રિષ્ના સ્કુલની બાજુમા શિવાલીક હાઇટસ ફલેટ ન-૩૦૧ મુળગામ-પ્રેમગઢ ગામ તા-જેતપુર જી-રાજકોટ, મહાદેવભાઇ કાનજીભાઇ મગુનીયા (ઉ.વ. ૫૪) રહે. રામેશ્ર્વરનગર (ચાચાપર) તા.જી.મોરબી, નીતીનકુમાર મનુભાઇ પનારા (ઉ.વ.૩૯) રહે. અમદાવાદ સરખેજ ઉજાલા ચોકડી માવજીપુરા સોસાયટી ફતેવાડી-૧ દસકોઇ તા.જી. અમદાવાદવાળાને રોકડા રૂપીયા-૬૮,૭૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૫ કી.રૂ. ૨૨,૦૦૦/- મળી કુલ કી.રૂ.૯૦,૭૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે જ્યારે રેઇડ દરમ્યાન આરોપી બીપીનભાઇ ઠાકરસીભાઇ પટેલ રહે. ખીજડીયા તા.ટંકારા, જયેશભાઇ મનસુખભાઇ પ્રજાપતી રહે. કામરેજ સુરતવાળો ખેતરના રસ્તે કપાસના વાવેતરનો લાભ લઈ નાશી ગયા હોવાથી કુલ પાંચ ઇસમો વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.