Saturday, August 2, 2025

ટંકારા નજીક થયેલ લુંટના ગુન્હામાં વધુમાં એક આરોપીની ધરપકડ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા નજીક ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં થયેલ લુંટના ગુન્હામાં વધુ એક આરોપીને જામનગરથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

ગઇ તા.૨૧ મેં ના રોજ નિલેષભાઈ મનસુખભાઈ ભાલોડી રહે. રાજકોટ તથા જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર રહે. રાજકોટ વાળા બન્ને રાજકોટ ૧૫૦ ફુટ રોડ ઉપર આવેલ ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગળીયા પેઢીના રોકડા રૂપીયા XUV-300 નં-GJ-03- NK-3502 વાળીમાં લઈને રાજકોટ થી મોરબી આવતા હોય તે બલેનો કાર તથા પોલો કારથી આરોપીઓએ પીછો કરી છરી, લાકડાના ધોકા, પાઇપ જેવા હથિયાર વડે ફરીયાદી પર હુમલો કરી XUV-300 નં-GJ-03-NK-3502 માંથી રોકડા રૂપીયા-૯૦,૦૦,૦૦૦/- ની લુંટ ધાડ કરી નાશી ગયેલ હોય જેથી ફરીયાદીએ સાતેક અજાણ્યા ઇસમો સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ હોય.

આ લુંટના ગુન્હામાં છ શખ્સો પકડાય ગયેલ હોય જે ફોકસવેગન કાર નં-GJ-01 -RE-7578 વાળીમા આરોપીઓ નાસી ગયેલ હોય જે આરોપીઓ પૈકી અલ્પેશસિંહ ઉર્ફે અલ્પેશ જોગરાણા કનુભા પરમાર રહે.સુરત વાળો નાસતો ફરતો હોય જે આરોપી જામનગર ખાતે હોવાની બાતમી મળતા જામનગર ખાતે પોલીસ ટીમ સાથે રહેણાંક મકાને ઝડતી કરતા આરોપી અલ્પેશસિંહ ઉર્ફે અલ્પેશ જોગરાણા કનુભા પરમાર ઉ.વ.૨૪ રહે.સુરત હાલ જામનગર મયુરનગર વાળાની ખરાઈ કરી આરોપી આ ગુન્હાના રોકડ રૂપીયા મુદામાલ સાથે મળી આવતા ટંકારા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્રારા લુંટના ગુનાને અંજામ આપી લાંબા સમયથી નાસતો ફરતો હોય જેને પકડી પાડેલ હોય તેમજ આરોપીના રીમાન્ડ મંજુર થતા અલગ અલગ દીશામા હાલમા તપાસ તજવીજ ચાલુ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર