Wednesday, May 28, 2025

ટંકારા નજીક લુંટ કરનાર આરોપીઓને આશરો આપી મદદગારી કરનાર કારખાનેદારની ધરપકડ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

લૂંટ પ્રકરણમાં આરોપીઓને આશરો આપી મદદ કરનાર કારખાનેદાર દિગ્વીજયભાઈ અમરશીભાઈ ઢેઢીની ટંકારા પોલીસે ધરપકડ કરી

ટંકારા ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં આંગડીયા પેઢીની કારને આંતરી છરી, લાકડાના ધોકા બતાવી રોકડ રૂ.૯૦,૦૦,૦૦૦/- ની માતબર રકમની લુંટ/ધાડ કરનાર આરોપીઓને આશરો આપી મદદ કરનાર કારખાનેદાર આરોપીની ટંકારા પોલીસે ધરપકડ કરી છે.

રાજકોટ રહેતા નિલેષભાઇ મનસુખભાઇ ભાલોડી તથા જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર બન્ને રાજકોટ ૧૫૦ ફુટ રોડ ઉપર આવેલ ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગળીયા પેઢીના રોકડા રૂપીયા XUV-300 નં-GJ-03-NK-3502 વાળીમાં લઈને રાજકોટ થી મોરબી આવતા હોય તે બલેનો કાર તથા પોલો કારથી આરોપીઓએ પીછો કરી છરી, લાકડાના ધોકા, પાઇપ જેવા હથિયાર વડે ફરીયાદી પર હુમલો કરી XUV-300 નં-GJ-03-NK-3502 માંથી રોકડા રૂપીયા-૯૦,૦૦,૦૦૦/- ની લુંટ ધાડ કરી નાશી ગયેલ હોય જેથી ફરીયાદીએ સાતેક અજાણ્યા ઇસમો સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ હતો.

આ ગુન્હામા નાકાબંધી દરમ્યાન આરોપી અભિભાઇ લાલાભાઇ અલગોતર તથા અભીજીતભાઇ ભાવેશભાઇ ભાર્ગવ પાસેથી રોકડા રૂપીયા-૭૨,૫૦,૦૦૦/-, મોબાઇલ નંગ-૦૫, બલેનો કાર નંબર- GJ-04-EP-7878 ની કી.રૂ. ૫,૦૦,૦૦૦/-, પોલો કાર નંબર-GJ-01-RE-7578 ધાડમાં લુટાયેલ ડોક્યુમેન્ટની બેગ તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૮૧,૫૦,૦૦૦/-નો મુદામાલ કબજે કરી અટક કરવામાં આવેલ હતા.

જે બન્ને આરોપીઓની પુછપરછ દરમ્યાન સહ આરોપી તરીકે હીતેષભાઇ પાચાભાઈ ચાવડા તથા નિકુલભાઇ કાનાભાઇ અલગોતર તથા દર્શીલ ભરવાડ, કાનો આહીર વિગેરે નામ ખુલવા પામેલ હતા.જે બન્ને આરોપીઓના દિન-૭ ના રીમાન્ડ મેળવી આરોપીની યુકિત પ્રયુકિતથી વિશેષ પુછપરછ દરમ્યાન મુખ્ય આરોપી હીતેષ ચાવડા અન્ય સહ આરોપી અલ્પેશ રહે. સુરત વાળા સાથે સંપર્કમાં રહી લુંટનો પ્લાન ઘડી અલ્પેશના કહેવાથી ટંકારા તાલુકાના લતીપર રોડ, જબલપુર ગામના પાટીયા નજીક આવેલ બાલાજી કોઇર પ્રોડકટ નામના કારખાનું સંચાલન કરનાર દિગ્વીજય પટેલનો સંપર્ક કરી બાલાજી પ્રોડકટ કારખાને આવી અન્ય આરોપીઓને બોલાવી લુંટ/ધાડનો પ્લાન બનાવી તમામ આરોપીઓને એકસંપ કરી પોતાનો સમાન ઇરાદો પાર પાડી રાજકોટ થી મોરબી આવતી આંગડીયા પેઢીની કારની રેકકી કરવા દિગ્વીજય પટેલને રાજકોટ બેડી ચોકડી પાસે અગાઉથી મોકલી રોકડા રૂપીયા ભરેલ કાર બેડી ચોકડીએ પાસ થયેલ ત્યારે દિગ્વીજય પટેલે તે અંગેની માહીતી અલ્પેશને આપી અલ્પેશએ લુંટ/ધાડ કરવા અગાઉથી છતર ગામ નજીક ઉભેલ આરોપીઓને તે અંગે માહીતી આપી રોકડા રૂપીયા-૯૦,૦૦,૦૦૦/- ની લુંટ/ધાડના ગુનામો આરોપીઓને પોતાના કારખાને રહેવા, જમવા, તેમજ લુંટ સમયે ફરીયાદીની કારની રેકકી કરી તમામ સગવડો કરી આપી આરોપીઓ સાથે મળી ગુનાહીત કાવતરૂ રચી મદદગારી કરેલ હોય જે ગુનામાં બાલાજી પ્રોડકટ કારખાનાનુ સંચાલન કરનાર દિગ્વીજયભાઈ અમરશીભાઈ ઢેઢી ઉ.વ. ૩૨ રહે.લગધીરગઢ તા. ટંકારા જી.મોરબી વાળાની ધરપકડ કરી રીમાન્ડ મેળવવા તજવીજ કરી સહ આરોપીઓ અંગે માહીતી મેળવવા આગળની તપાસ તજવીજ ચાલુમાં છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર