ટંકારા: પી. ડબલ્યુ ડીના બંગલા પાસે રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા દંપતી ખંડિત
ટંકારા: ટંકારા પી. ડબલ્યુ. ડીના બંગલા પાસે રોડ ઉપર ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવક તથા તેના પત્નિ રોડી પડી જતા પત્ની પર ટ્રકનો પાછળનો જોટો ફરી જતા મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારાના કલ્યાણપર રોડ આશાબાપીરની દરગાહ પાસે ૧૦૦ વારીયા પ્લોટમા રહેતા શની આદેશભાઇ ચૌહાણ ઉ.વ- ૨૨વાળાએ આરોપી ટ્રક રજીસ્ટર નંબર- GJ-36-V-0032 ના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૮-૨૦૨૩ ના રોજ આરોપીએ પોતાના હવાલાવાળો ટ્રક પુરજડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના હીરો કંપનીના HF DELUXE મોટરસાયકલ રજીસ્ટર નંબર- GJ-36-Q-4149 ના હેન્ડલની જમણી તરફના ભાગે ઠોકર મારી ફરીયાદી તથા ફરીયાદીના પત્ની શીવાનીબેનને રોડ પર પછાડી દઇ શીવાનીબેનના પેટના ભાગે ટ્રકના પાછળનો જોટો ફેરવી મોત નિપજાવી તથા ફરીયાદીને શરીરે છોલાણ તથા મુંઢ ઇજા કરી ટ્રક મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર શની આદેશભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ- ૨૭૯, ૩૩૭, ૩૦૪(અ), તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.