ટંકારા: ચારે વેદોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરનારા સ્મૃતિવિશેષ પદ્મશ્રી દયાલમુની આર્યનુ ૯૦ વર્ષની ઉંમરે ગઇકાલ તા. ૧૪-૧૧-૨૦૨૪ ને ગુરુવારના રોજ નિધન થયેલ છે.
દયાલમુની આર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તા. ૧૭-૧૧-૨૦૨૪ ને રવિવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે સ્થળ શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારા ખાતે શાંતિયજ્ઞ તથા શ્રદ્ધાંજલિસભાનુ આયોજન કરવામાં આવ્યું છે.
