ટંકારા: ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડા(ખા)ના સયુંકત ઉપક્રમે ટંકારા ખાતે આવેલી શ્રી દેવકુંવર શૈક્ષણિક સંકુલ વિદ્યાલયમાં વ્યસનની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ધોરણ ૮ થી ૧૦ના કુલ ૫૫ બાળકોએ ભાગ લીધેલ અને પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ ઉપર નિબંધ લખેલ આ સ્પર્ધામાં પ્રથમ નંબર શ્રેયાંશી ડાકા , દ્રિતીય ક્રમ અંતિકા ગઢિયા તથા તૃતીય નંબર ખુશી ગોસરાએ મેળવ્યો હતો.
તેમજ વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ. ત્યારબાદ આર.બી.એસ.કે. ડો. ચિત્રાંગી પટેલ દ્વારા તમાકુના વ્યસનની જાગૃતિ અંગે વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો તથા વ્યસનથી થતાં ગેરફાયદા અંગે માર્ગદર્શન આપેલ અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ તમાકુ મુક્ત અને વ્યસન મુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં આર.બી.એસ.કે. ડો. ચિત્રાંગી પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશ.કે.પટેલ મ.પ.હે.સુ ઉમેશ ગોસાઈ, સી.એચ.ઓ. કોમલબેન અગ્રાવત મ.પ.હે.વ આશિષ ધાંધલ્યા પણ હાજર રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય પંકજભાઈ ઢેઢી તથા શાળાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
મોરબી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના માળીયા પીપળીયા સ્ટેટ હાઇવે પર (માળિયા ગામ પાસે) આવેલ પુલ પર ભારે વાહનોના પ્રતિબંધ બાબતના જાહેરનામાને રદ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટરી કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આલેખન વર્તુળ દ્વારા ૧૧ ઓગસ્ટ ૨૦૨૫ ના...
ગાંધીનગર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી – ગુજરાત પ્રદેશ અને મોરબી જિલ્લાના હોદ્દેદારોએ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તથા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે મુલાકાત કરી હતી.
પ્રતિનિધિમંડળે સિરામિક પ્રોડક્ટ પર લાગતો જીએસટી ૧૮% થી ઘટાડીને ૫% કરવાની તથા પેપરમિલ ઉદ્યોગને આપવામાં આવતી સબસીડી ચાલુ રાખવાની માંગણી કરી. નાણાં મંત્રીએ હકારાત્મક પ્રતિસાદ...