પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણેક મહીનાથી ફરાર આરોપીને ઝડપી પાડતી ટંકારા પોલીસ
ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપીને ટંકારાની મિતાણા ચોકડી પાસેથી ટંકારા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
ટંકારા તાલુકાના રોહીશાળા નેકનામ રોડ પરથી ક્રેટા કારમાંથી વિદેશી દારૂ/બીયરનોજથ્થો મળી કુલ કિં રૂ. ૭,૩૯,૯૩૦/- નો મુદામાલ કબજે કરવામાં આવેલ હતો. જે ગુનામાં સહ આરોપી તરીકે યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે. અગાભી પીપળીયા તા.વાંકાનેર વાળાનુ નામ ખુલવા પામેલ હોય જે આરોપી અંગે અવારનવાર તપાસ કરવા છતા છેલ્લા ત્રણેક મહીનાથી ફરાર હોય જે આરોપી હાલમાં ટંકારા તાલુકાના મિતાણા ચોકડી પાસે આવેલ હોવાની બાતમીના આધારે ટંકારા પોલીસ ઇન્સ્પેકટર છાસીયા પોલીસ સ્ટાફ સાથે તપાસ કરતા આરોપી મળી આવતા આરોપીની જરૂરી પુછપરછ કરી પ્રોહીબીશનના ગુનાના કામે અટક કરવામાં આવેલ છે.