Friday, July 11, 2025

ટંકારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુ વંદન કાર્યક્રનું આયોજન કરી નવી કારોબારીનું ગઠન કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકા શૈક્ષિક મહાસંઘની નવી ટીમનું ગઠન કરાયું

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ટંકારા તાલુકા દ્વારા ગુરુ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યકમની શરૂવાત સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિ મુજબ સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યુ અને ગુરુ વંદના કાર્યકમમાં મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા,રાજ્યના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, કિરણભાઈ કચરોલા મંત્રી, નિરવભાઈ બાવરવા પ્રચાર મંત્રી ઉપસ્થિત રહયા.

કાર્યકમમાં મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા ગુરુવંદન માટે આધ્યાત્મિક, સાંસ્કૃતિક બાબતો ની વાત મૂકી અને ગુરુનું શું સ્થાન હતું? પેલા સમાજમાં અને અને અત્યારે શું સ્થાન છે? તેના વિશે સચોટ માહિતી આપી.

ત્યારબાદ સંગઠનનો વ્યાપ વધારવા માટે અને સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ . એક કાર્યકર્તા તરીકે આપડી શું ભૂમિકા હોવી હોઈએ અને આપડે સમાજ અને રાષ્ટ્ર માટે શું કરી શકીએ? તેની સચોટ માહિતી રાજ્ય ના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી એ આપી.

ત્યાર બાદ ટંકારા તાલુકા દ્વારા આવનારા સમયમાં શિક્ષકોના પડતર પ્રશ્નોને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વાચા આપવામાં આવશે,અને સદસ્યતા અભિયાન માટે નું આયોજન કરવામાં આવ્યું . અને ટંકારા તાલુકાની કારોબારીની નવી રચના કરવામાં આવી ,જેમાં નવા સભ્યો અધ્યક્ષ, રોહિતભાઈ ચીકાણી મંત્રી, અભયભાઈ ઢેઢી સંગઠન મંત્રી, સતિષભાઈ પટેલ સી.ઉપાધ્યક્ષ, વાત્સલ્યભાઈ મનીપરા ઉપાધ્યક્ષ, નીતિનભાઈ નમેરા ઉપાધ્યક્ષ, ભરતભાઈ રાજકોટિયા ઉપાધ્યક્ષ, રાજેશભાઈ ગાંભવા મહિલા ઉપાધ્યક્ષ, જીવતીબેન પીપળીયા સહ સંગઠન મંત્રી, જયેશભાઈ વિરસોડિયા સહ મંત્રી ઘનશ્યામભાઈ ભોરણીયા સહમંત્રી, પરેશભાઈ દુબરીયા કોષાધ્યક્ષ, રમણિકભાઈ વડાવીયા પ્રચાર મંત્રી, અમિતભાઈ ફટાણીયા કાર્યાલય, મંત્રી હર્ષદભાઈ લો જિલ્લા પ્રતિનિધિ ડાયાલાલ બારૈયા નિમણૂક કરવામાં આવી.

ત્યારબાદ કારોબારીમાં સદસ્યતા અભિયાન માટે આયોજન કરવામાં આવ્યું તાલુકાના તમામ શિક્ષકો સુધી પહોંચી પંદર દિવસમાં સદસ્યતા અભિયાન પૂર્ણ કરવાની યોજના બનાવવામાં આવી. ત્યારબાદ તાલુકાના કારોબારી સભ્યો દ્વારા પ્રતિભાવ આપવા આવ્યા તથા પ્રશ્નોની રજુઆત કરવામાં આવી અને અંતે કારોબારી બેઠકમાં કલ્યાણ મંત્ર કરી કાર્યકમ પૂર્ણ કરવામાં આવ્યો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર