ટંકારા : સજનપરની વાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, છ પકડાયા
ટંકારા પોલીસ દ્વારા સનજપર ગામે વાડીની ઓરડીમાં જુગાર રમી રહેલા છ જેટલા જુગારીને 50 હજારની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ સજનપર ગામે બાપાસીતારામ મઢુલીથી આગળ ધમેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે તીનપતીનો જુગાર રમાડાતો હોવાની હકીકતના આધારે ટંકારા પોલીસે દરોડો પાડયો હતો જેમાં (૧) રણજીતસિંહ હરદેવસિંહ ઝાલા (૨) મુકેશભાઇ ભોગીલાલ શાહ (૩) કેતનભાઇ નાનજીભાઇ ગોહેલ (૪) મનીષભાઇ છગનભાઇ (૫) ભુપેન્દ્રસિંહ રણધીરસિંહ જાડેજા (૬) ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા વાળાને જુગાર રમતા પકડી લીધા હતા.અને તેમના વિરુધ્ધમા જુગાર ધારા કલમ- ૪,૫ મુજબ કાર્યવાહી કરેલ હતી. આરોપીઓ પાસેથી રોકડા રૂપીયા રૂ.૫૦,૫૦૦/- તથા ઇકો કાર કી.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ. કી.રૂ.૧,૫૦,૫૦૦/- ના મુદામાલ કબજે કરેલ છે.