ટંકારા તાલુકાની એક માત્ર વીરપર ગ્રામ પંચાયત સ્માર્ટ વિલેજ તરીકે જાહેર
મોરબી જિલ્લા પંચાયત દ્વારા ટંકારા તાલુકાની વીરપર ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરવામાં આવી છે.
જેમાં સ્માર્ટ વિલેજમાં જોઈતા બધા માપદંડ જેવા કે વ્યક્તિગત તથા સામુહિક વિકાસના કાર્યક્રમો દ્વારા ગ્રામ પંચાયત તે અને સરપંચ દ્વારા પોતાની ફરજો અને જવબદારીઓ અદા કરી શહેર ની માફક ગામનૉ વિકાસ થાય અને ગ્રામ્ય નાગરિકોને શહેરમાં હોય તેવી બધી સુવિધા ઉપલબ્ધ કરાવી જેવી કે કચરાનો નિકાલ સી સી ટીવી બાગ બગીચા લાયબ્રેરી આરો પ્લાન્ટ રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટ પાણી વિગેરે સાથે ગ્રામ પંચાયતમાં ટેક્નોલોજીનૉ ઉપયોગ કરીને તમામ પ્રકારની ઓનલાઇન અરજી રેશનકાર્ડમાં સુધારા વધારા તથા આયુષ્માન કાર્ડ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે આ બધા ક્રાઇટ એરિયા મુજબ માર્ક્સ આપીને ટંકારા તાલુકાની એક માત્ર ગ્રામ પંચાયત સ્માર્ટ વિલેજમાં પસંદ થયેલ છે.