ટંકારા: ટંકારા તાલુકાના હડમતીયા, વિરપર લજાઈ, સજનપર સહિતના ગામોમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ આજે તા. ૦૪-૦૫-૨૦૨૪ ને શુક્રવાર ના રોજ લજાઈ , વિરપર, હડમતીયા અને સજનપર ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના આરોગ્ય કર્મચારીઓ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત મચ્છરજન્ય રોગચાળાઓ અટકાયત કરવા માટે કાયમી પાણીના ખાડાઓ, અવાવરુ કૂવાઓ અને જળાશયોમા ગપ્પી માછલીઓ મૂકવામા આવી. જે રોગચાળો ફેલાતો અટકાવવા મદદ કરે છે જે મચ્છરનો ઉપદ્રવ થવા થવા દેતી નથી. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
