નાનપણથી જ સેવાને વરેલા અને કંઇક કરી છુટવાની ભાવના નાનપણથી જ મેળવેલ એવા મૂળ નસીતપર ગામના અને હાલ ટંકારા માં રહેતા તા. 17/05/1978ના રોજ જન્મેલ શ્રી કિરીટભાઈ ખૂબ જ મોટું નામ ધરાવે છે, તેઓ હાલ ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે, તથા પટેલ એસોસિયેશન ટંકારાના પણ પ્રમુખ છે અને મોરબી જિલ્લા ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના પણ તેઓ પ્રમુખ છે અને અને ટંકારામાં ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ તેમજ મસાલાની ફેક્ટરી ધરાવે છે, તેઓ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે પણ ખૂબ જ મોટું નામ ધરાવે છે અને દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરેલ છે. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ઘણી બધી જવાબદારીઓ નિભાવી અને તેમાં વિવિધ કામો પણ કરેલ છે. કિરીટભાઈ બહોળુ મિત્રવર્તુળ ધરાવતા હોય મોરબી જિલ્લામાં ખુબજ લોકચાહના મેળવેલ છે. કિરીટભાઈ દરેક સમાજના લોકોને સાથે રાખી ચાલવામાં માને છે અને લોકોના પ્રશ્નોનું નિવારણ લાવવા હંમેશા તત્પર હોય છે. આવા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી કિરીટ ભાઈને ચોતરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ મળી રહી છે….
ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપાનો આજે જન્મદિવસ….
વધુ જુઓ
વાંકાનેર નજીક આવેલ ટોલ નાકાએ આસપાસના ગામના વાહન ચાલકો પાસેથી ટેક્ષ ઉઘરાવવાની વાતથી બબાલ થવાના એંધાણ..
વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર વઘાસિયા ગામ પાસે આવેલ ટોલ પ્લાઝા પર આટલા સમયથી ટોલ પ્લાઝા આસપાસનાં ગામના વાહન ચાલકો પાસેથી ટેક્ષ લેવામાં આવતો નથી પરંતુ હાલમાં જ એજન્સી બદલાયેલ હોય જેઓ આસપાસના ગામના વાહન ચાલકો પાસેથી ટેક્ષ લેવાની વેતરણમાં હોય જે મુદ્દે મોટી બબાલ થવાના એંધાણ વર્તાઇ રહ્યા...
અમદાવાદથી નવલખી, માળીયા તેમજ બીલેશ્વર ઈલેક્ટ્રીક સિંગલ લાઇન ચાલુ શરૂ…..
સમગ્ર સૌરાષ્ટ્રમાં રેલ્વે દ્વારા પુર ઝડપે ઈલેક્ટ્રીક લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે મોટાભાગની કામગીરી પુર્ણ થવાના આરે હોય, જેમાં આજે અમદાવાદથી નવલખી, માળીયા તેમજ બિલેશ્વર ઈલેક્ટ્રીક સિંગલ લાઇન શરૂ કરવામાં આવતા ઈલેક્ટ્રીક એન્જિનનું સ્વાગત કરવામાં આવ્યું હતું....
આ તકે ડિવિઝન ઈલેક્ટ્રીક વિભાગના અધિકારી અજયસર, મંગલસર તેમજ ચીફ સિંગ...
ખોડલધામ,સોમનાથ, દ્વારકા, પાવાગઢ, ચોટીલા, વડતાલ મંદિર આવતીકાલથી અને અંબાજી મંદિર 12મીથી ખૂલશે
કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખુલશે. જોકે મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે. સોમનાથ મહાદેવ મંદિર 61 દિવસ બંધ રહ્યા બાદ 11 જૂનથી ભાવિકો માટે ખુલી જશે. દ્વારકા મંદિર પણ 11મીથી ખુલી...