Saturday, June 7, 2025

ટંકારા તાલુકા પંચાયતમાં ભાજપેની સામે ભાજપે બળવો પોકાર્યો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: આમ તો ભારતીય જનતા પાર્ટીને સિસ્તની પાર્ટી માનવામાં આવે છે પરંતુ તેમા ક્યાંક ને ક્યાંક આજે ટંકારા તાલુકા પંચાયતમાં આજે સિસ્તના લીરેલીરા ઉયડા હોય તેવો ઘાટ સર્જાયો છે. જેમાં ટંકારામા કારોબારી સમિતિની રચના માટે આજે સામાન્ય સભા મળી હતી જે સભામાં ભાજપ પક્ષ દ્વારા અલ્પેશભાઈ દલસાણીયાનું નામ મૂકવામાં આવ્યું હતું. પરંતુ તાલુકા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલા અન્ય સભ્યોને નામ મંજુર નાં હતું. જેથી પુષ્પાબેન પ્રભુભાઈ કામરિયા સહિતના સભ્યોએ પુષ્પાબેનનું નામ મૂકી સમિતિ બનાવી અને જે સમિતિમાં કોંગ્રેસ અને અપક્ષનાં સભ્યોએ પણ ટેકો આપ્યો હતો.

તેમજ તાલુકા ભાજપ કે જિલ્લા ભાજપ તાલુકા પંચાયતનાં સભ્યોને વિશ્વાસમાં નાં લેવા હોવાથી બંડ પોકાર્યો હોવાની માહિતી મળી રહી છે.

આ સભામાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત ૧૪ સભ્યો હાજર રહ્યા હતા અને પુષ્પાબેન કામારિયા કારોબારી અધ્યક્ષ બને તે માટે ૧૪ માંથી ૧૧ મત મળ્યા હતા. તેમજ પ્રમુખ ઉપપ્રમુખએ મતદાન ન કરી તટસ્થ રહ્યા હતા જ્યારે અલ્પેશભાઈ દલસાણીયાએ પોતાનો મત નાં આપ્યો હતો જેથી ભાજપાના સભ્યોએ જ ભાજપ સામે બળવો કર્યો હોવાનો ધાત સર્જાયો હતો. જ્યારે કે ટંકારા તાલુકા પંચાયતમાં કુલ ૧૬ સભ્યો જેમાં ૯ ભાજપ, ૧ અપક્ષ અને ૬ કોંગ્રેસના સભ્યો છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર