Wednesday, May 14, 2025

ટંકારા તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા પાસે આવેલ રામાપીર મંદિર આશ્રમમાં મહંત કુંવર દાસ બાપુ તથા મુખ્ય વક્તા વિજયભાઈ રાવલ તથા ટંકારા તાલુકાના શિક્ષક ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં ગુરુ વંદના કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમની શરૂઆત મહંતના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરી, સંગઠન મંત્રના ગાન દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ મુખ્ય વક્તા આર્યસમાજ મોરબીના ટ્રસ્ટી અને સહમંત્રી વિજયભાઈ મૂળશંકર રાવલે ગુરુ સ્વરૂપે ઈશ્વર, માતા પિતા, શિક્ષક, ધર્મગુરુનો સ્વીકાર કરવો, સાંપ્રત સમયમાં શિક્ષકનું વ્યક્તિના જીવન ઘડતરમાં શું સ્થાન છે…?તેની વિસ્તૃત ચર્ચા કરી હતી, ચાણક્યના કહેવા મુજબ ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ તથા ‘મુજે સમાજ ઓર રાષ્ટ્ર કે બારે મે સોચના હૈ’ આ પ્રકારે સંપૂર્ણ સમાજને દિશા આપનાર ખરેખર તો શિક્ષણ જગત તથા માતૃશક્તિ છે તેમ જણાવેલ. વિશેષમાં શારીરિક, ધાર્મિક, આધ્યાત્મિક વગેરે વિષયો પર શક્ય તેટલો ભાર મૂકી વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ થાય તો વિશ્વ ગુરુ બની શકાય.તેની ચર્ચા મુખ્ય વક્તા દ્વારા કરવામાં આવી હતી.

ત્યારબાદ ટંકારા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની કારોબારી રાખવામાં આવેલ, જેમાં ટંકારા તાલુકાના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ડી.જે.બારૈયા દ્વારા તમામ કારોબારી સભ્યોનું શાબ્દિક સ્વાગત કરી, શિક્ષકો માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા સાંપ્રત સમયમાં કરવામાં આવેલી કામગીરીની છણાવટ કરી હતી,OPS મેળવવા માટે આગામી સમયમાં કેવી રણનીતિ ઘડવામાં આવશે…? તેની ચર્ચા કરી હતી, ટંકારા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મંત્રી કેળવણી નિરીક્ષક,આચાર્ય રસિકભાઈ ભાગ્યા દ્વારા સદસ્યતા અભિયાનને વેગવંતુ કઈ રીતે બનાવી શકાય…? તેની વિસ્તૃત ચર્ચા કરી હતી, આચાર્ય ચેતનભાઇ ભાગ્યા દ્વારા વહીવટી પ્રશ્ન કઈ રીતે ઉકેલી શકાય…? તેની વાત કરી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરીપર પ્રાથમિક શાળાના આચાર્ય બૌદ્ધિક સંભાગના મંત્રી સતિષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટંકારા તાલુકાના મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમને સફળ બનાવવા સંઘના તમામ કાર્યકરોએ ભારે જેહમત ઉઠાવી હતી, અંતમાં અલ્પાહાર કરી સૌ છૂટા પડ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર