ટંકારા: તા. 9 અને 10 ઓગસ્ટના રોજ સરકારની સૂચના મુજબ શાળામાં “બાલમેળો અને લાઈફસ્કીલ મેળા” નું આયોજન કરવામાં આવ્યું જેમાં ધો. 1 થી 5 ના બાળકોએ વિવિધ પ્રવૃતિઓ જેવી કે રંગપુરણી, ચીટક કામ, માટી કામ, વિવિધ મોહરા બનાવવા, બાળવાર્તા વગેરેમા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
તેમજ ધો. 6 થી 8 ના બાળકોએ જીવનકૌશલ્ય ને લાગતી પ્રવૃત્તિઓ જેવી કે ફ્યુઝ બાંધવા, ટાયર પંચર રિપેર કરવા,મહેંદી મુકવી, હેર સ્ટાઇલ, વેસ્ટમાંથી બેસ્ટ, મેદાન દોરવું વગેરેમાં ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો જોડાયા હતા અને સાથે જ SMC ના અધ્યક્ષ, શિક્ષણવીદ તેમજ વાલીશ્રીઓ પણ જોડાયા હતા સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ શિક્ષકોને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.
મોરબી જીલ્લામા અલગ અલગ જગ્યાએથી મોટર સાયકલો તથા એક સેન્ટ્રો કારની થયેલ ત્રણ અનડિટેક્ટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એક ઇસમને ચોરીમાં ગયેલ કુલ કી.રૂ.૨,૪૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે.
વાંકાનેર તાલુકા પોલીસની ટીમે મોરબી જીલ્લામાં અલગ અલગ જગ્યાએથી બે મોટર સાયકલો તથા એક સેન્ટ્રો કારની...
રાજ્યમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન માનનીય મુખ્યમંત્રીના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની સાથે લાતી પ્લોટ વિસ્તારની પાણી ભરાવવાની તથા ખરાબ રસ્તાની સમસ્યાના નિરાકરણ માટે કમર કસી છે.
રાજ્ય સરકારના માર્ગ સમારકામ...