ટંકારાના ટોળ ગામે પઠાણી ઉઘરાણી કરી ઉંચુ વ્યાજ વસૂલનાર સાત વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ
ટંકારા: ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા યુવકે ત્રણ વ્યાજખોરો પાસેથી અલગ અલગ સમયે જુદી જુદી રકમ ઉચ્ચ વ્યાજે લીધી હતી જે વ્યાજ સહિત રકમ આપી દિધી હતી તેમ છતાં ત્રણે વ્યાજખોરોએ તેમના મળતીયા માણસોને યુવકના ઘરે તેમજ ફોન પર તથા વાંકાનેર ખાતે આવેલ દુકાને જઈને વ્યાજ તથા મુદલની રકમ આપવાની પઠાણી ઉઘરાણી કરી ફોનમાં તથા રૂબરૂમાં પૈસા નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા આર.ટી.ઓ. ના એજન્ટ મહમદભાઈ ઉસ્માનભાઈ બાદી (ઉ.વ.૩૦) એ આરોપી મુકેશભાઇ ઝાપડા રહે.ટંકારા, કનુભાઇ ઝાપડા રહે-ટંકારા, રજાકભાઇ સમા રહે.ટંકારા, ગીરીરાજસિહના ભાઇ તરીકે ઓળખાણ આપેલ તે, અંકીતભાઇ ચૌધરી રહે.ટોઇય તા.ભાભર હાલ ગાંધીધામ, મહેન્દ્રસીહ ગોહીલ રહે.ઘુનડા(ખા) તા.ટંકારા, યોગેન્દ્ર્સિંહ ગોહીલ રહે. રહે. ઘુનડા (ખા) તા. ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીએ આરોપી મૂકેશભાઇ ઝાપડા રહે. ટંકારા વાળા પાસેથી ૧૦ લાખ રૂપીયા ૧૦ ટકા લેખે તથા મહેન્દ્રસીહ ગોહીલ રહે. ઘુનડા (ખા) તા.ટંકારા વાળા પાસેથી ૩ લાખ ૧૦ ટકા વ્યાજે તથા યોગેન્દ્રસીહ ગોહીલ રહે. ઘુનડા (ખા) તા.ટંકારા વાળા પાસેથી અઢી લાખ વ્યાજે લીધેલ હતા જેનુ વ્યાજ ૮ ટકા લેખે લીધેલ હોય તેઓનુ વ્યાજ સહીત રકમ આપી દીધેલ હોવા છતા આ લોકો તથા તેના મળતીયા માણસો કનુભાઇ ઝાપડા રહે.ટંકારા તથા રજાકભાઇ સમા રહે.ટંકારા તથા અંકીતભાઇ ચૌધરી રહે. હાલ ગાંધીધામ તથા ગીરીરાજસિંહના ભાઇ નાઓ ફરીયાદીના ઘરે તેમજ ફોનમાં તથા ફરીયાદીની વાંકાનેર ખાતે આવેલ દુકાને જઇ વ્યાજ તથા મુદલની રકમ આપવાની પઠાણી ઉઘરાણી કરી ફરીયાદીને ફોનમા તથા રૂબરૂમાં પૈસા નહી આપેતો જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર મહમદભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭, ૧૧૪ તથા ધી ગુજરાત નાણાની ધીરધાર અધિમીયમ ર૦૧૧ ની કલમ પ,૩૩(૩),૪૦,૪ર મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
