ટંકારામા બનેલ ચીલ ઝડપના ગુન્હાનો ભેદ ઉકેલતી ટંકારા પોલીસ
ટંકારામાં બનેલ ચીલ ઝડપનો ભેદ ટંકારા પોલીસે ઉકેલી ત્રણ ઈસમોને ઝડપી પાડી આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ તેમજ !! તેરા તુજકો અર્પણ કાર્યક્રમ !!અંતર્ગત ટંકારા ચીલ ઝડપના ગુન્હામા ગયેલ મુદામાલ રોકડ રૂ-૧,૪૧,૦૦૦/- રીકવર કરેલ મુદ્દામાલ અરજદારને પરત કરવામાં આવેલ છે.
મોરબીના સામાકાંઠે વિદ્યુતનગરમા રહેતા સંદિપભાઈ હરીભાઈ ડાભી (ઉ.વ.૨૪) એ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ જાહેર કરેલ કે ટંકારા તાલુકા ધુનડા(સ) ગામની સીમ ધુનડા અદેપર ગામના કાચા રસ્તે ફરીયાદીના પીઠ પાછળ ટીંગાડી રાખેલ સ્કુલ બેગમાં બે અજાણ્યા આરોપી ઉ.વ.આશરે ૨૫ થી ૩૦ વાળાઓ એ એક્સેસ મોટરસાયકલ જેના પાછળ માલધારી લખેલ છે તે લઈ આવી જે બન્ને ઇસમોએ સ્કુલ બેગનો થેલો જેમા રોકડ રકમ રૂ-૧,૪૧,૦૦૦/- હતા તે પીઠ પાછળથી આંચકી ઝુંટવી ચોરી કરી લઇ ગયા હતા.
જે તપાસ દરમ્યાન આરોપી દિવ્યેશભાઇ ભગવાનજીભાઇ હણ રહે.નવાગામ રબારી વાસ તા-જી-મોરબી તથા સંજયભાઇ નાથાભાઇ પડસારીયા રહે-નવાગામ તા-જી-મોરબી તથા સતીષભાઇ વિઠઠલભાઇ કગથરા રહે.અદેપર ગામ તા-જી-મોરબી વાળાઓને તપાસ દરમ્યાન પકડીને ધોરણસર અટક કરવામાં આવેલ હોય જે આરોપીઓ પાસેથી ગુન્હામા ગયેલ મુદામાલ રોકડ રકમ રૂ-૧,૪૧,૦૦૦/- (અંકે એક લાખ એકતાલીસ હજાર ) પુરા રીકવર કરવામા આવેલ હોય જે મુદામાલના રૂપિયા નામદાર કોર્ટ ટંકારા દ્રારા ફરીયાદીને સુપ્રત કરવા હુકમ કરવામાં આવતા ફરીયાદીને !! તેરા તુજકો અર્પણ કાર્યક્રમ !! અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના હસ્તે રોકડ રકમ પરત ટંકારા પોલીસ દ્વારા સોંપવામાં આવી છે.