ટંકારાના કલ્યાણપર રોડ પરથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના ફીરકીના જથ્થા સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
ટંકારા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ટંકારા કલ્યાણપર રોડ આશાબાપીરની દરગાહ રોડ પરથી આરોપી અફઝલભાઇ ઇબ્રાહિમભાઇ માડકીયા (ઉવ-૩૧) રહે.ટંકારા મઠવાળી શેરી વાળાના કબ્જામાંથી પ્રતિબંધીત ચાઇનીઝ નાઇલોન દોરીનો જથ્થો રાખી વેચાણ કરવાના ઇરાદે લઇને નીકળતા મળી આવતા નાઇલોન ચાઇનીઝ દોરીની ગરેડી ફીરકી નંગ-૫૮ કિ.રૂ. ૮૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ-૨૨૩ તથા જી.પી. એક્ટ-૧૯૫૧ ની કલમ ૧૩૧ મુજબ કાર્યવાહી કરેલ છે.

