ટંકારામાં હોન્ડાના શો રુમ પાછળ ખરાબાની જગ્યામાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
ટંકારા: ટંકારામાં હોન્ડાના શો રુમ પાછળ ખરાબાની ખુલ્લી જગ્યામાં બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ ટંકારામાં હોન્ડાના શો રુમ પાછળ ખરાબાની ખુલ્લી જગ્યામાં બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો દીલીપભાઇ ઉર્ફે દીલો ભાણાભાઇ વાધેલા ઉ.વ.૨૬ રહે. ટંકારા હોન્ડા ના શો-રૂમ પાછળ તા.ટંકારા, પ્રવીણભાઇ ઉર્ફે કનો વેલજીભાઇ વાઘેલા ઉ.વ-૨૫ રહે. ટંકારા જુના હડમતીયા રોડ તા.ટંકારા, ભરતભાઇ ઉર્ફે લાલી વેલજીભાઇ વાઘેલા ઉ.વ.૨૨ રહે.ટંકારા હોન્ડા ના શો-રૂમ પાછળ તા. ટંકારાવાળાને રોકડ રકમ રૂ. ૬૩૫૦ નાં મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.