ટંકારામાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
ટંકારા: ટંકારા દ્વારકાધીશ જીન પાસે દેવીપૂજક વાસમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ ટંકારા દ્વારકાધીશ જીન પાસે દેવીપૂજક વાસમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો મુન્નાભાઈ ધનજીભાઈ કુંઢીયા (ઉ.વ.૨૬), ગંગારામભાઈ ગોરધનભાઈ કુંઢીયા (ઉ.વ.૩૦) તથા કિરણભાઈ પ્રભુભાઈ કુંઢીયા (ઉ.વ.૩૦) રહે. ત્રણે દ્વારકાધીશ જીન પાસે દેવીપૂજક વાસ તા. ટંકારાવાળાને રોકડ રકમ રૂ. ૧૫૩૦ નાં મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.