ટંકારા: ટંકારા તાલુકાના અમરાપર ગામના પુલીયા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના અમરાપર ગામના પુલીયા પાસેથી આરોપી સાર્દુળભાઈ ઝાલાભાઈ લાંબરીયા (ઉ.વ.૩૩) રહે. ટંકારા ડેરીનાકા તા. ટંકારાવાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ કિં રૂ.૩૦૦ ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
