મોરબી: મોરબી જીલ્લામાં દીવસે ને દીવસે અપમૃત્યુના બનાવો વધતા જઈ રહ્યા છે વધુ એક બનાવ ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે યુવકે ગળોફાસો ખાઈ આપઘાત કર્યો હોવાનો સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે રહેતા ઉમેશભાઈ દેવજીભાઈ ચૌહાણે (ઉ.વ.૨૬) ગત તા ૧૧-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે કોઈપણ કારણોસર પોતાના પ્લોટમાં આવેલ ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.
