મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા મોતીભાઈ મેઘજીભાઈ નમેરા (ઉ.વ.૬૫) ગત તા. ૩૦-૦૯-૨૦૨૨ ના રોજ પોતાની વાડીએ મગફળીમાં પાણીના નાકા વાળાતી વખતે કોઈ ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે મોરબી સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
સરકાર તરફથી મંજૂરી છતાં પણ તંત્રની ઢીલાશથી મોરબીની પ્રજા એફએમ સુવિધાથી વંચિત, રાજકોટમાં ધૂળ ખાતી મશીનરી, સુસ્ત તંત્ર સામે જનમાનસમાં રોષ.
મોરબી શહેરને એફએમ રેડિયો માટે જરૂરી તમામ મંજૂરી મળી ચુકી છે અને મશીનરી, ટાવર સહિતનો સામાન પણ રાજકોટ સ્ટેશન ખાતે આવી ગયો છે. છતાં સ્થળ ફાળવણી અને સંકલનના અભાવે...
મોરબી: 8 જુલાઈ, 2025 મંગળવાર ના રોજ રાત્રે 78 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલ માં ઈમરજન્સી વિભાગ માં આવ્યા, ત્યારે ડૉ. સત્યજીસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જણાવ્યું કે એમનું જમણી બાજુ નું હૃદય ફેઈલ થયું છે અને જમણી બાજુ નું હૃદય પહોળું થયું છે. ફેફસા માં ઇન્ફેકશન ફેલાયેલું છે, ફેફસા...
મોરબી શહેરમાં શેરીએ અને નાકે દેશી વિદેશી દારૂના ઠેકા ચાલી રહ્ય હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોરબીના કન્યા છાત્રાલય રોડ પર ચંદ્રેશનગરમા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૩૭ બોટલ કિં રૂ. ૯૦૮૦ નાં મુદામાલ સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી...