મોરબી: ટંકારા તાલુકાના હરીપર ગામે ઝેરી દવા પી જતા યુવાનનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરીપર ગામે ગોવિંદભાઈ દુબરીયાની વાડીએ રહેતા અને મુળ મધ્યપ્રદેશના વતની હેમરાજભાઈ જીતરાજભાઈ ગણવા (ઉ.વ.૩૩) નામના યુવાને ગત તા. ૨૨-૧૦-૨૦૨૨ ના રોજ સાડા ચાર વાગ્યાની આસપાસ ગોવિંદભાઈ દુબરીયાની વાડીએ હોય ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી જતા સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હોય જ્યાં ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મૂળ મોરબી તાલુકા રાજપર ગામના નીવાસી પૂજ્ય શ્રી સુરેશ મહારાજ તારીખ ૧૯-૦૮-૨૦૨૫ ને મંગળવારના રોજ નર્મદા તીર્થ ક્ષેત્રે બ્રહ્મલીન થયેલ છે.
તેમના આત્મશ્રેયઅર્થે તારીખ ૨૧-૦૮-૨૦૨૫ ને ગુરુવારના રોજ બપોરે ૦૩ થી ૦૬ વાગ્યે રાજપર પટેલ સમાજ વાડી ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવેલ છે.
...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ અવિરતપણે ચલાવવામાં આવે છે ત્યારે મોરબી નગરપાલીકાના પૂર્વ ચેરમેન, જલારામ સેવા મંડળના ઉપપ્રમુખ, લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબીના ઉપપ્રમુખ, રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબીના પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી તથા મોરબી જલારામ વેવિશાળ માહિતી...