ટંકારાના જબલપુર ગામે ઉમાવંશી પોલીમર્સ કારખાનાની ઓફીસમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં ઉમાવંશી પોલીમર્સ કારખાનાની ઓફીસમાં જુગાર રમતા કુલ-૩ ઇસમોને રોકડા રૂપીયા- ૫૮, ૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૨,૮૮,૦૦૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
ટંકારા તાલુકા પોલીસ સ્ટાફને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, સંજયભાઇ દુર્લભજીભાઇ પટેલ ટંકારા-લતીપર રોડ જબલપુર ગામની સીમમાં આવેલ ઉમાવંશી પોલીમર્સ નામના કારખાનાની ઓફીસમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે રેઇડ કરતા તીનપત્તીનો જુગાર રમતા કુલ-૦૩ ઇસમો સંજયભાઇ દુર્લભજી ભાઈ ચારોલા (ઉ.વ. ૪ રહે. ટંકારા સરદારનગર તા.ટંકારા, પ્રીન્સભાઇ પ્રવિણભાઇ લો (ઉ.વ.૨૩) રહે. ટંકારા ગાયત્રીનગર રૂપાવટી સોસાયટી તા. ટંકારા, શાંતીલાલ મગનભાઇ લો ઉ.વ. ૪૭ રહે. ટંકારા ખડીયાવાસ તા.ટંકારાવાળાને રોકડ રૂ.૫૮,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૫ કી.રૂ. ૩૦,૦૦૦/- તથા વેન્ટુ કાર કી.રૂ.૨,૦૦,૦૦/- મળી કુલ કી.રૂ. ૨,૮૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.