Saturday, May 17, 2025

ટંકારાના જબલપુર ગામના ખેડૂત પાસેથી સરકારી રોજકામના પૈસા પડાવનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામના ખેડૂતને જમીનના પંચરોજ કામના સરકારી કાગળ આપવાના બદલામાં રૂ. ૧.૧૧ લાખ લેનાર શખ્સ વિરુદ્ધ ઇન્ચાર્જ મામલતદારે છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઈનચાર્જ મામલતદાર કેડી.બુસા દ્વારા આરોપી મહેશ અવચરભાઈ ગોપાણી રહે. ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપી મહેશ અવચરભાઈ ગોપાણીએ જબલપુર ગામના ખાતા નંબર ૪૨૩ થી સ.ન.૧૧૯/૧પૈકી૯/પૈકી ૨ જમીન હે.૨-૦૨-૩૪.ચો.મી વાળી જમીન ના કબ્જા સોપણી અંગે ના પંચરોજ કામ જે સરકારી રેકર્ડ દસ્તાવેજ નો પોતાના આર્થિક ફાયદા સારૂ ઉપયોગ કરી જે પંચરોજ કામની નકલ પ્રવિણભાઈ ભીમજીભાઈ પરમારને રૂપીયા રૂ ૧૧૧૦૦૦/- મા આપવાની વાતચીત કરી રૂપીયા મેળવી લઈ પોતાના અંગત આર્થિક લાભ સારૂ સરકારી રેકર્ડનો ગેરઉપયોગ કરી છેતરપીંડી વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી છે. જેની ઓડિયો તથા વીડિયો કલીપ વાયરલ થતા ટંકારા તાલુકાના ઇન્ચાર્જ મામલતદાર કે.ડી. બુશાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં સરકારી રેકોર્ડ દસ્તાવેજનો અંગત આર્થિક લાભ અર્થે ઉપયોગ કરવા અને ઠગાઈ કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.પી.સી.કલમ ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર