ટંકારા: ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ભાવેશભાઈ ઊજરીયાના ઘરની છત પર લગાવેલ સૌલાર સિસ્ટમ ઉપર વિજળી પડી હતી જો કે સદનસીબે કોઇ જાન થઈ ન હતી.
મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કાલ સાંજથી ટંકારા પંથકમાં વિજળીના કળાકા ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે આજે ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ભાવેશભાઈ ઊજરીયાના ઘરની છત પર લગાવેલ સૌલાર સિસ્ટમ ઉપર વિજળી પડી હતી જેથી ટાઈલ્સમા નુકસાન થયું છે સદનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી.
