ટંકારાના ખીજડીયા ચોકડી નજીકથી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો

ટંકારા: ટંકારા તાલુકાના ખિજળીયા ચોકડીથી અમરાપર ગામ તરફ જવાના રસ્તે સિવીલ હોસ્પીટલ પાસેથી દેશી હાથ બનાવટની લોખંડની મેન્જીન વાળી પીસ્તોલ તથા ખાલી મેગ્જીન સાથે એક ઈસમને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી જીલ્લામાં ગેરકાયદેસર હથીયાર ધારાના કેસો સતત વધી રહ્ય છે ત્યારે ટંકારા તાલુકાના ખીજળીયા ચોકડીથી અમરાપર ગામ તરફ જવાના રસ્તે સિવીલ હોસ્પીટલ પાસેથી આરોપી સબ્બીરભાઇ રફીકભાઇ મીર ઉ.વ.૧૯ રહે. રાજકોટ જંગલેશ્વર હુશેની ચોક, કનૈયા ચોક શેરી નં.-૯ તા.જી. રાજકોટ વાળા પાસેથી ગેરકાયદેસર હાથ બનાવટની લોખંડની મેગ્જીન વાળી પીસ્તોલ નંગ-૦૧ કિં.રૂ. ૧૦,૦૦૦ તથા ખાલી મેગ્જીન નંગ-૦૧ કિં રૂ. ૫૦૦ કુલ કિં રૂ.૧૦,૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આરોપી વિરુધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં હથીયારાધારા હેઠળ ગુન્હો નોંધાવવા અંગેની તજવીજ હાથ ધરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img