ટંકારાના લજાઈ પાસે કારખાનામાં CCTV કેમેરાનું રેકોર્ડિંગ 30 દિવસનુ ન હોવાથી માલિક વિરુદ્ધ કાર્યવાહી
ટંકારાના લજાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભીમનાથ મહાદેવ રોડ પર આવેલ પવનસુત પ્લાસ્ટિક પેક એલ.એલ.પી નામના કારખાનાના માલિક જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાથી માહિતગાર હોવા છતાં પોતાના કારખાનામાં સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડિંગ 30 દિનનુ ન હોય જથે આરોપી માલિક વિરુદ્ધ ટંકારા પોલીસે જાહેરનામા ભંગ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય અને સ્ટાફ જાહેરનામા ભંગ હેઠળની કાર્યવાહી કરી રહ્યા હોય ત્યારે મોરબી જેઇલ રોડ ઇન્ડિયન બેન્ક ની સામે રહેતા અને વાપાર કરતા આરોપી પંકજભાઈ ભગવતીપ્રસાદ જોષી (ઉ.વ.૪૭)એ પોતાની માલિકીના ટંકારાના લજાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભીમનાથ મહાદેવ રોડ પર આવેલ પવનસુત પ્લાસ્ટિક પેક એલ.એલ.પી નામના કારખાનામાં સી.સી.ટી.વી કેમેરાનુ રેકોડીંગ દીન-૩૦ સારૂ જાહેરનામુ અમલ કરેલ હોઇ આરોપી પોતે જાહેરનામા થી માહિતગાર હોવા છતાં પોતાના કારખાનામા સી.સી.ટી.વી કેમેરાનુ રેકોડીંગ દીન-૩૦ નુ ન હોય જેથી આરોપીએ જાહેરનામાનો ભંગ કરતા ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.