ટંકારાના લજાઈ ગામે બે પક્ષ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરીયાદ નોંધાઈ
ટંકારા તાલુકાના લજાઈ ગામના સ્મશાન પાસે બે પક્ષો વચ્ચે નજીવી બાબતમાં મારામારી થતા બંને પક્ષો દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા હસમુખભાઇ જીવાભાઈ ચાવડા (ઉ.વ.૫૨) એ તેમના જ ગામના આરોપી ગૌતમભાઈ ભલાભાઈ સારેસા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદી તથા સાથી ગટરના કામ સબબ વાતચીત કરતા હોય તે દરમ્યાન આરોપી ફરીયાદીને કહેવા લાગેલ કે તારો સાહેબ કોણ છે તો ફરીયાદીએ કહેલ કે તુ ગ્રામ પંચાયત જઈને પુછ તેમ કહેતા આરોપીએ ફરીયાદીને ગાળો આપી તેના નેફા માંથી છરી કાઢી છરી મારી ફરીયાદીને ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
જ્યારે સામા પક્ષે ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા ગૌતમભાઈ ભલાભાઈ સારેસા (ઉ.વ.૩૭) એ તેમના જ ગામના આરોપી અશોક જીવાભાઇ ચાવડા, પ્રિન્સ અશોકભાઇ ચાવડા, રૂત્વીક અશોકભાઇ ચાવડા, રોહિત પ્રેમજીભાઇ ચાવડા, હાદિક નરેશભાઇ ચાવડા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીને કહેલ કે તારા ઘરની સામે મોબાઇલનો ટાવર ઉભો કરવો છે તારાથી થાઈ એ કરી લે જે તેમ કહી ફરીયાદીને ગાળો આપી આરોપીઓ ફોર વ્હીલ ગાડી લઈને વિરપર ગામના બસ સ્ટેન્ડ પાસે આવી જ્યાં ફરીયાદીને લાકડાના ધોકા, પાઈપ અને ધારીયા વડે મારમારી ઈજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.
બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.