ટંકારા તાલુકાના લજાઈ ગામ ખાતે આવેલ જોગ આશ્રમ ખાતે તારીખ ૧૦ જુલાઈએ ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
જોગ આશ્રમ ખાતે તારીખ ૧૦ જુલાઈને ગુરુવારના રોજ સવારે ૭:૩૦ કલાકે ગુરૂ પુજન તથા સવારે ૦૯:૩૦ કલાકે સુંદરકાંડ અને સાંજે ૦૬:૩૦ કલાકે મહાઆરતી તેમજ સાંજના ૦૭:૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી જોગ આશ્રમ નવનિર્માણ સમિતી -લજાઈ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે જોગ આશ્રમ ખાતે પધારવા ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ટંકારા તાલુકાના છતર જીઆઇડીસીમાં આવેલ ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમોને ટંકારા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.
ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વલન્સ સ્ટાફને મળેલ ખાનગી રાહે બાતમી મળેલ કે, છતર જી.આઇ.ડી.સી.માં આવેલ જલારામ પ્લાસ્ટીક નામના ગોડાઉનની બાજુમાં આવેલ નામ વગરનું ગોડાઉન...
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ભડીયાદ ગામે રહેતા કેશવજીભાઇ ઘેલાભાઈ અઘારા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધ ભડીયાદ ગામની સીમમાં પ્લેટીના સીરામીક સામે રેલ્વેના પાટા પર ડેમુ ટ્રેન હડફેટે આવી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબીના શક્તિ ચોક પાસે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની સાત બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી...