ટંકારાના મિતાણા ગામે કોઈ ઝેરી જનાવર કરડી જતા વૃદ્ધ મહિલાનુ મોત
ટંકારા તાલુકાના મીતાણા ગામે કોઈ ઝેરી જનાવર કરડી જતા વૃદ્ધ મહિલાનુ સારવાર દરમ્યાન મોરબી સિવીલ હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મીતાણા ગામે રહેતા લીલાબેન દેવજીભાઈ પારધી (ઉ.વ.૬૫) નામના વૃદ્ધ મહિલા પોતાના ઘરે હોય તે વખતે જમણાં હાથમાં કંઈક ઝેરી જનાવર કરડી જતા પ્રથમ સારવાર ટંકારા સરકારી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલું સારવાર દરમ્યાન વૃદ્ધ મહિલાનુ મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.