ટંકારાના નેકનામ પડધરી રોડ પર કાર પલટી મારી જતા બે સગા ભાઈના ઘટનાસ્થળે મોત

ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પલટી મારી રોડની નીચે ખાબકી હતી જે અકસ્માતમાં કારમાં સવાર બે સગા ભાઈના ઘટનાસ્થળે કરુણ મોત.

મળતી માહિતી મુજબ બપોરના સુમારે મોરબીમાં રહેતા બે સગા ભાઈઓ સહિતના ચાર મિત્રો ધ્રોલ જવા નીકળ્યા હતા અને નેકનામ નજીક પહોંચતા કાર ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવી દીધો હતો અને કાર પલટી મારી રોડની નીચે ઉતારી ગઈ હતી જે અકસ્માતને પગલે મરણચીસોથી આકાશ ગુંજી ઉઠ્યું હતું કારમાં સવાર શોયબ હૈદર જેડા (ઉ.વ.૩૭) અને અલ્તાફ હૈદર જેડા (ઉ.વ.૨૪) રહે બંને વિસીપરા મોરબી વાળા સગા ભાઈઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જયારે કારમાં સવાર શાહિદભાઈ ઈલિયાસભાઈ કટીયા (ઉ.વ ૧૯) અને સંજય અવચરભાઈ જંજવાળીયા (ઉ.વ.૨૧) રહે મોરબી વાળાને ઈજા પહોંચતા ૧૦૮ મારફત રાજકોટ ખસેડાયા છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img