Thursday, May 2, 2024

મોરબીના આમરણ ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી વૃદ્ધને એક શખ્સે માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી તાલુકાના આમરણ ગામે એક વર્ષ પહેલાં આરોપી હનુમાનજી તથા મહાદેવજીના મંદિરે અસામાજિક પ્રવૃત્તિ કરતો હોઈ જેથી ત્યાંથી તેને કાઢેલ હોય જે બાબતનો ખાર રાખી વૃદ્ધ સાથે ઝઘડો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી વૃદ્ધને લાકડી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ જામનગર જિલ્લામાં જોડીયા તાલુકાના અંબાલા ગામે રહેતા નાથાલાલ છગનભાઇ સાવરીયા (ઉ.વ.૬૩) એ આરોપી નાગદાન ઉર્ફે નટવરગીરી કુંભારવાડીયા રહે. ફડસસર તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૭-૦૪-૨૦૨૪ ના રોજ સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં ફરીયાદી આમરણ બસ સ્ટેન્ડમાં બેઠા હતા ત્યારે આરોપી પોતાનુ મોટરસાયકલ લઇ આવી અને એક વર્ષ પહેલા હનુમાનજી તથા મહાદેવજીના મંદીરે અસામાજીક પ્રવૃતી કરતો હોઇ જેથી તેણે ત્યાથી કાઢેલ હોઇ જેનો ખાર રાખી ફરીયાદી સાથે બોલાચાલી કરી જાહેરમાં જ્ઞાતી પ્રત્યે અપશબ્દો બોલી અપમાનીત કરી ભુંડી ગાળો આપી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભોગ બનનાર નાથાલાલે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨), તથા એટ્રોસીટી એક્ટ કલમ -૩(૧)(આર)(એસ),૩(૨)(૫-એ) તથા જીપી એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર