ટંકારાના નેકનામ ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ; આરોપી ફરાર 

ટંકારા તાલુકાના નેકનામ ગામે આવેલ સ્વામિની સ્કૂલ પાછળ બાવળની કાંટમાથી વિદેશી દારૂની ૪૪ બોટલ ટંકારા પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે આવેલ સ્વામિની સ્કૂલ પાછળ બાવળની કાંટમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪૪ કિં રૂ‌. ૨૮,૯૦૮ નો મુદ્દામાલ ટંકારા પોલીસે રેઇડ દરમ્યાન ઝડપી પાડયો છે જ્યારે આરોપી વિજયસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા રહે. નેકનામ તા. ટંકારાવાળા સ્થળ પરથી નાસી છુટતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img