ટંકારાના નેકનામ ગામે પિતા પુત્રને માર મારી એક શખ્સે બારસો રૂપિયાની લુંટ કરી
ટંકારા: ટંકારા તાલુકાના નેકનામ ગામે યુવક પરબે પાણી ભરવા જતા આ પાણી સવર્ણોનુ છે તેમ કહિ યુવક અને તેના પિતાને એક શખ્સ માર મારી બારસો રૂપિયાની લુંટ કરી નાશી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા પરેશભાઈ ખેંગારભાઈ ચાવડા (ઉ.વ.૪૦) એ આરોપી છત્રપાલસિંહ ઉર્ફે સતો ઇન્દુભા ઝાલા રહે નેકનામ વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૦૮-૨૦૨૩ નાં રોજ ફરિયાદીનો દિકરો મેહુલ નેકનામ ગામના પરબે આર.ઓ પ્લાંટનુ પાણી ભરવા ગયેલ હોય આરોપીએ આવી ફરિયાદીના દિકરા મેહુલને વાળ પકડી દિવાલ સાથે માથુ ભટકાડી માર માર મારતો હોય આ દરમ્યાન આ ફરિયાદી પોતાના દિકરા મેહુલને કેરબા સાયકલમા રખાવવા જતા આરોપી પોતાના દીકરાને માર મારતો હોય વચ્ચે પડી છોડાવેલ અને આરોપીને તમે મારા દિકરાને શા માટે મારો છો એવુ પુછતા આરોપીએ આ સંવર્ણનુ પાણીનુ પરબ છે તમારે અહિ પાણી ભરવા આવવુ નહિ તેવુ કહી જાતિ પ્રત્યે હડધુત કરી ફરિયાદી સાથે ઝપાઝપી કરી ફરિયાદીના ખીસ્સામા રહેલ રોકડ રૂપીયા બારસોની લૂંટ કરી નાશી ગયો હતો. આ બનાવ અંગે ભોગ પરેશભાઈએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૩૨૩, ૫૦૪, ૩૯૨ તથા એટ્રોસીટી એકટ કલમ ૩(૧) (આર) (એસ), ૩(૨) (૫), ૩(૨) (પ-એ), ૩(૧)(ZA)(A) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.