Tuesday, July 15, 2025

ટંકારાના સરાયા ગામે યુવકને બે શખ્સોએ માર માર્યો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકાના સરાયા ગામે યુવકની ભેંસ ભડકતી હોય જેથી આરોપીને ઘોડી દુર ચલાવવાનું કહેતા આરોપીએ યુવકને લાકડાના ધોકા વડે મારમાર્યો હોવાથી યુવકે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા ઇરફાનભાઈ ઇબ્રાહિમભાઈ જુણેજા (ઉ.વ‌.૨૪) એ આરોપી નયુમભાઈ મુસાભાઈ વીકીયા તથા અયુબભાઈ મુસાભાઈ વીકીયા રહે. બંને સરાયા ગામ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી વાડીએથી પોતાની ભેસો લઇને ઘરે પહોચેલ ત્યારે આરોપી નયુમભાઈ પોતાની ઘોડી લઇને નીકળતા ભેસો ભડકતા ફરીયાદિ એ ઘોડી દુર ચલાવાનુ કહેતા આરોપી ભુડા બોલી ગાળો આપી જતો રહેલ બાદમાં ફરીયાદી તથા સાહેદ કાળુભાઇ આરોપીને ઠપકો આપવા જતા આરોપીઓ ફરીયાદી તથા સાહેદને ગાળો આપી લાકડાના ધોકા અને ત્રીકમ વડે મારમારી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર