ટંકારાના તલાટી મંત્રી પણ લોભામણી લાલચનો શિકાર બન્યા: 50 હજાર ગુમાવ્યા
ટંકારા રહેતા તલાટી મંત્રીને આરોપીએ Horoven Resortsનુ નામ આપી ભારતમાં પાંચ વર્ષ સુધી ૨૫ રાત્રી રોકાણ તેમજ જમવાની હોટલ/રીસોર્ટમાં સુવિધા આપવાના પેકેજની લોભામણી લાલચ આપી તલાટી મંત્રીના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. ૫૦,૦૦૦ મેળવી છેતરપીંડી કરી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ રાજકોટના વતની અને હાલ ટંકારા ઉગમણા નાકા આયુષ્યમાન આરોગ્ય મંદિર -૧ માં રહેતા અને તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા રવીકુમાર કિશોરભાઈ ગોસાઈ (ઉ.વ.૩૫) એ આરોપી અજાણ્યા શખ્સોએ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ Horiven Resorts નું નામ આપી ભારતમાં પાંચ વર્ષ સુધી કુલ-૨૫ રાત્રી રોકાણ તેમજ જમવાની હોટલ/રીસોર્ટમાં સુવીધા આપવાના પેકેજની લોભામણી લાલચ આપી ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી ટેકનીકલ માધ્યમથી ઇલેક્ટ્રીક સાધનોનો ઉપયોગ કરી ફરીયાદીના State Bank of India બેન્કના એકાઉન્ટ માંથી કુલ રૂ.૫૦,૦૦૦/- Kotak Mahindra Bank બેન્કના ખાતામાં ટ્રાન્સફર કરાવી મેળવી લઇ ફરીયાદીના નાણા આજદીન સુધી પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.